Monday, November 3, 2008

બહુ ઉદાસ છે રાત !!!!

કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ છે રાત
તુ આવ દોસ્ત તારા સમ બહુ ઉદાસ છે રાત
કોઇ જતુ ય નથી ને કોઇ આવતું ય નથી
કોઇ છે એકલું ચોગમ બહુ ઉદાસ છે રાત
ચાલો કે ભરી એ પ્રતીક્ષા ના શ્વેત ફુલ થી
આ અંઘકારનું રેશમ બહુ ઉદાસ છે
રાત હરેક ફુલ કને જઇને હવાને પૂછ્યું કે
રડી છે કે શબનમ બહુ ઉદાસ છે રાત...
નજરે ચડી એક વાર અને પ્રેમ થઇ ગયો
સાજો હોવા છતાં હું બીમાર થઇ ગયો.
ફેરી કરી તારી ગલીની રાત દીન હું
તારી ગલીના શ્વાન તણો પણ દોસ્‍તાર થઇ ગયો.
નજરે ચડુ તારી તો બેહોશ બની જાઉં
લાગે છે કે તારો જ શિકાર થઇ ગયો.
બસ એક દિલથી કહી દો કે તમે મારા છો
માની લઉ કે મારો ઉદ્ધાર થઇ ગયો.
અમે રસ લેવા માંડ્યો છે જે ઘડી થી એક છોરી મા,
નથી પડતો ઇન્ટ્રેસ્ટ હવે ફાફડા કચોરી મા,
પ્રિયે એવી તુ મને પ્રેમ રસથી ભારોભાર લાગી,
કદી પાણી પુરી લાગી તો કદી ચટણી પુરી લાગી,
થતી તુજ વાત ને એમાંય તારા રુપ ની ચર્ચા,
જણે ગરમા ગરમ ગોટાને ભજિયા,
ભટકતા મજનુઓ સાથે સાને કરો આડાઈ
ખમણશ્રી મા અભિવૃદ્ધિ કરે છે કાળી કાળી રાઈ,
તે છતા ન થૈ શક્યો મનમેળ તારી સાથે,
કે બરબાદ ગઈ એ ભેળ જે ખાધી તારી સાથે,
હવે છવાયો છે આલમ મનમાં એ રીતે હતાશાનો......

No comments: