Monday, November 3, 2008

~~~~ આ જ ન્યાય છે પ્રભુ તારો ? ~~~~

@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@
સ્વાર્થ માટે સહું સગા થાય છે,
સ્વાર્થના નામે દગા થાય છે,
ક્યાં નિભાવે છે આજે દોસ્તી કોઇ,
દોસ્તો તો સાવ બેવફા થાય છે,
કરે છે જે સંકલ્પ સાથે રહેવાનો,
એ જ જલ્દી જુદા થાય છે,
ઘણા યુગો થઇ ગયા 'રામ' ગયા તેને,
રામના નામે આજે રાવણ બધા થાય છે,
આ જ ન્યાય છે પ્રભુ તારો ?
કે અહિંયા ગુનેગારોને નહીં'નિર્દોષ'ને સજા થાય છે...
@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@

No comments: