પ્રુથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત સ્વાસ ?
કોણ બદલતું સંધ્યાકાશે પલ પલ નવલા પ્રેમલ ચીર ?
કોણ બદલતું સંધ્યાકાશે પલ પલ નવલા પ્રેમલ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?
અહો,ગુંથતું કોણ પ્રુથ્વીને સેંથે સેંથે ઝાકળમોતીમાળ ?
અહો,ગુંથતું કોણ પ્રુથ્વીને સેંથે સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાળ ?
અંતરની એરણ પર કોની પડૅ હથોડી ચેતન રુપ ?
અંતરની એરણ પર કોની પડૅ હથોડી ચેતન રુપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
No comments:
Post a Comment