ઝાકળ ના બુંદો થી બનેલી નદી ના કિનારે,
ગ્રીષ્મ ની ગરમી માં બાવળ ના સહારે,
બેઠો છું કોઈક વટેમાર્ગુ ની વાટ નીરખતો,
બેસે નજીક ભલે ના હોય છેક સુધી સથવારે,
છુટો પડી ગયો કારવાંથી,શોધું છું હમસફર,
કપાય કદાચ થોડો રસ્તો તેના સહારે સહારે,
નથી રાખી આશા ફૂલો ની કોમળ ગલિયો ની,
કાંટા પણ ચાલશે,જો હશે કોક આંખો ના નજારે,
કે નથી કામના ઝરમર મેહુલિયાની પણ ,
હોય વાદળી એકાદ તો બનાવું છત એના સહારે,
ઝાકળ નું એક બુંદ પણ જો સ્પર્શી જાય હોઠો ને માનવ,
છીપે તરસ જનમ જનમ ની ,રણ ના પણ કિનારે,
No comments:
Post a Comment