Monday, November 3, 2008

~~~~~ અમે વિચારતા રહ્યા ~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ અમે વિચારતા રહ્યા
અને શ્વાસો કોઇની સૌગાત થઇનિરાશાની ગર્તામાં ડૂબેલું હતું મન મારુ
આયખાથી જ્યારથી તું જીવનમાં આવી,
મૃત આશાઓ હયાત થઇતારા જ સ્વપ્નનાં સાગરમાં છબછબીયાં કરે છે જિંદગી
નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઇ
બચપણથી જ હકૂમત ચલાવતો આવ્યો દિલ પર
ફક્ત એક મીઠી નજર અને મારી સત્તા મહાત થઇ
-રમેશ કોશિયા
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ખબર ક્યાંથી પડે બીજાને,એ તો ઝીલે તે જાણે;
કલેજાને ખબર છે કે નજરનાં તીર વસમાં છે !
- શેખાદમ આબુવાલા
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: