Monday, November 3, 2008

~~~ નામ આપું તો કેવું? ~~~~

@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@
તમને જોઇને વળે ફૂલોને પસીનોતેને ઝાકળનું નામ આપું તો કેવું?
મુખડૂં ઢંકાય જો ફરફરતી લટોથીતેને ચંદ્રગ્રહણનું નામ આપું તો કેવું?
મીઠડી બે વાત કરી ભીંજાવો હૈયાનેતેને શ્રાવણનું નામ આપું તો કેવું?
તમારા જ સ્વપ્નમાં વીતે રાતલડીતેને જાગરણનું નામ આપું તો કેવું?
હંમેશા ડૂબી જઉ નયનની ગહેરાઇમાંતેને વમળનું નામ આપું તો કેવું?
સાન-ભાન ભુલાવું તમારા ઇશારેતેને વશીકરણનું નામ આપું તો કેવું?
આપણા દિલમાં ઉગી લીલીછમ લાગણીતેને કૂંપળનું નામ આપું તો કેવું?
નજરથી નજર મળતાં શરમાય નજરતેને પ્રણયનું નામ આપું તો કેવું?
@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@#$%@

No comments: